વિશાખાપટ્ટનમ: કેમિકલ પ્લાન્ટમાંથી ફરીથી ઝેરી ગેસ લીક, આજુબાજુના ગામડા ખાલી કરાવાઈ રહ્યાં છે
વિશાખાપટ્ટનમમાં એકવાર ફરીથી ગેસ લીકેજની ઘટના સામે આવી છે. ગુરુવારે વહેલી સવારે જ્યાંથી ગેસ લીક થયો હતો અને 11 લોકોના ભોગ લેવાયા હતાં ત્યાંથી ફરીથી એ જ જગ્યાએથી ગત મધરાતે ગેસ લીક થવાના અહેવાલ છે. ઘટનાસ્થળે ફાયરકર્મીઓ હાજર છે અને તેમની સાથે એનડીઆરએફના કર્મચારી પણ મોરચો સંભાળી રહ્યાં છે. આ સાથે જ ગેસ લીકને નિષ્ક્રિય કરવા માટે પીટીબીસી કેમિકલ એર ઈન્ડિયાના સ્પેશિયલ કાર્ગો વિમાનથી ગુજરાતથી વિશાખાપટ્ટનમ પહોંચ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: વિશાખાપટ્ટનમમાં એકવાર ફરીથી ગેસ લીકેજની ઘટના સામે આવી છે. ગુરુવારે વહેલી સવારે જ્યાંથી ગેસ લીક થયો હતો અને 11 લોકોના ભોગ લેવાયા હતાં ત્યાંથી ફરીથી એ જ જગ્યાએથી ગત મધરાતે ગેસ લીક થવાના અહેવાલ છે. ઘટનાસ્થળે ફાયરકર્મીઓ હાજર છે અને તેમની સાથે એનડીઆરએફના કર્મચારી પણ મોરચો સંભાળી રહ્યાં છે. આ સાથે જ ગેસ લીકને નિષ્ક્રિય કરવા માટે પીટીબીસી કેમિકલ એર ઈન્ડિયાના સ્પેશિયલ કાર્ગો વિમાનથી ગુજરાતથી વિશાખાપટ્ટનમ પહોંચ્યો છે. પ્લાન્ટની 5 કિમીની આજુબાજુના વિસ્તારો ખાલી કરાવવામાં આવી રહ્યાં છે.
મળતી માહિતી મુજબ ઘટનાસ્થળે ફાયરની 10 વધુ ગાડીઓ પહોંચી છે. આ સાથે 2 ફોમ ટેન્ડર્સની પણ ગાડીઓ છે. કોઈ પણ ઈમરજન્સીને પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સ પણ તૈયાર છે. આંધ્ર પ્રદેશ પોલીસે હેલ્પલાઈન નંબર પણ બહાર પાડ્યો છે. જેના પર સંપર્ક કરીને લોકો મદદ માંગી શકે છે. આ સાથે જ સતર્કતા રાખવાની અપીલ કરી છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ આસપાસના ગામડાઓ ખાલી કરી નાખે અને ગભરાય નહીં.
અત્રે જણાવવાનું કે આ ગેસ લીકેજની ઘટના વિશાખાપટ્ટનમના આર.આર. વેંકટપુરમ ગામમાં એલજી પોલિમર કંપની પ્લાન્ટમાં રાસાયણિક ગેસ લીક થયો. પ્લાન્ટથી જે ગેસ લીક થયો છે તે સ્ટાઈરીન હોવાનું કહેવાય છે. ગુરુવારે વહેલી સવારે 2.30 વાગે એક ફાર્મા કંપનીના પ્લાન્ટમાં થયેલા ગેસ લીકેજના કારણે અત્યાર સુધી એક બાળક સહિત 11 લોકોના મોત થયા છે. જ્યારે 100થી વધુ લોકોની હાલત ગંભીર છે. 1000થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. આ ગેસ લીકેજથી 3 કિમી સુધીનો વિસ્તાર પ્રભાવિત થયો છે.
કેવી રીતે થયો ગેસ લીક?
જિલ્લાધિકારી વી. વિનયચંદે જણાવ્યું કે એલજી પોલીમર્સ લિમિટેડમાંથી થયેલો ગેસ લીક એટલો વધુ હતો કે અમને સવારે લગભગ સાડા નવ વાગે સમજમાં આવ્યું કે આખરે શું થયું છે. કારણ કે તે વખતે વિસ્તારમાં લીકેજના કારણે ગાઢ ધુમ્મસ છવાયેલું હતું.
ફેક્ટરી વિભાગ તરફથી પ્રાપ્ત પ્રાથમિક તપાસ રિપોર્ટના હવાલે તેમણે કહ્યું કે સ્ટાઈરીન ગેસ સામાન્ય રીતે તરલ સ્વરૂપે રહે છે અને તેના સ્ટોરેજનું ટાપમાન 20 ડિગ્રી સેલ્સિયસની નીચે રહેતા તે સુરક્ષિત રહે છે. પરંતુ રેફ્રિજરેશન યુનિટમાં ગડબડીના કારણે આ રસાયણ ગેસમાં બદલાઈ ગયો. તેમણે ત્યાં પત્રકારોને કહ્યું કે ટેક્નિકલ ખામીના કારણે ટેન્કમાં રાખવામાં આવેલા રસાયણનું તાપમાન 20 ડિગ્રીથી ઉપર જતું રહ્યું અને તે ગેસમાં ફેરવાઈ ગયો.
Gas fumes leaking again from the tanker where there was Styrene leakage today. Around 50 fire staffers, with NDRF's support, are carrying out operation. We've ordered evacuation of villages in 2-3 km radius for safe side precautions: Visakhapatnam Dist Fire Officer Sandeep Anand pic.twitter.com/RVtdGYllQK
— ANI (@ANI) May 7, 2020
કારખાનામાં બને છે ઉપયોગમાં લેવાયેલા પ્લાસ્ટિકના વાસણો
વિશાખાપટ્ટનમમાં જીવલેણ સ્ટાઈરિન ગેસ લીકેજ જે એલજી પોલિમર્સ ઈન્ડિયાના કારખાનામાં થયો તે દક્ષિણ કોરિયાની રસાયણ કંપની એલજી કેમની અનુષંગી કંપની છે. એલજી કેમએ એક સ્થાનિક કંપનીને ટેકઓવર કરીને 1997માં ભારતમાં આ વિસ્તારમાં વેપાર શરૂ કર્યો હતો. કંપનીના આ વાઈઝેગ યુનિટમાં પોલીસ્ટિરીનનું વિનિર્માણ થાય છે. જેનો ખાણીપીણી સેવા ઉદ્યોગમાં ખુબ ઉપયોગ થાય છે. આ રસાયણનો ઉપયોગ પ્લાસ્ટિકના એકવાર ઉપયોગમાં લેવાયેલા ટ્રે, અને કન્ટેઈનર, વાસણો, ફોમ્ડ કપ, પ્લેટ અને વાટકી વગેરે બનાવવામાં થાય છે. એકવાર ઉપયોગમાં લેવાયા બાદ તેને ફેંકી દેવાય છે.
મળતી માહિતી મુજબ એલજી પોલિમર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડની વિશાખાપટ્ટનમ ફેક્ટરીને લોકડાઉન બાદ ફરીથી ખોલવાની તૈયારીઓ થઈ રહી હતી. ત્યારે જ આ દુર્ઘટના ઘટી. કંપનીના કર્મચારી તેને ફરીથી શરૂ કરવાની તૈયારી કરી રહ્યાં હતાં ત્યારે અચાનક પ્રાથમિક કલાકોમાં ગેસ લીકેજ થવા લાગ્યો હતો. કહેવાય છે કે જ્યારે લીકેજની ઘટના ઘટી ત્યારે સ્ટોરેજ ટેન્કમાં 1800 ટન ગેસ હતો. તાપમાનમાં ફેરફારના કરાણે આ ગેસનું પોલીમરાઈઝેશન થઈ શકે છે અને તેના કારણે ગેસમાં પરિવર્તન થઈ શકે છે.
સ્ટાઈરિન ગેસ એક જ્વલનશીલ તરલ છે. જેનો ઉપયોગ પોલીસ્ટિરીન પ્લાસ્ટિક, ફાઈબરગ્લાસ, રબર અને લેટેક્સ બનાવવા માટે થાય છે. વિશાખાપટ્ટનમના આ કારખાનામાં ઘટેલી દુર્ઘટનાએ ઉદ્યોગમાં રસાયણોને યોગ્ય રીતે રાખવાની રીતો પર સવાલ પેદા કર્યા છે. દુનિયાની સૌથી ખરાબ ઉદ્યોગ કટોકટી 1984ની ભોપાલ ગેસ ત્રાસદી છે જે આ દુર્ઘટના બાદ યાદ આવી ગઈ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે